KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

CASને બદનામ કરવા સામે આકરા પગલાં લઇશઃ સેબીના વડાએ ઉચ્ચારી ચેતવણી

સેબીના વડાએ નવી નિયંત્રણ પ્રણાલિની મજબૂતાઈથી કરી તરફેણ

desk@kuberanowPublished On : 19 Aug 2026
CASના લીધે બજારમાં ચાલતી ગેરીતિ પર લગામ લાગશેઃ પાંડે
CASનો અમલ કરવાની સાથે ભારતીય બજાર વૈશ્વિક બજારોની સમકક્ષ બન્યું AI Generated

મુંબઈઃ તાજેતરમાં જ સેબી દ્વારા રજૂ કરવામાં આવેલી CAS સિસ્ટમને લઈને સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે નવી રજૂ કરવામાં આવેલી ક્લોઝિંગ ઓકશન સેશન (CAS)ને બદનામ કરવાના પ્રયત્નો જરા પણ નહીં ચલાવી લેવાય.


બજારના સહભાગીઓએ ત્રીજી ઓગસ્ટના રોજ રજૂ કરવામાં આવેલી CAS સિસ્ટમને લઈને વ્યાપક પાયા પર ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. તેના સંદર્ભમાં પાંડેએ જણાવ્યું હતું કે સેબી પાસે નવી રજૂ કરાયેલી CAS સિસ્ટમ હેઠળ ગેરરીતિ પકડી પાડવાની ક્ષમતા જૂની વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ સિસ્ટમ (VWAP) કરતાં વધી ગઈ છે. તેના કારણે પારદર્શકતામાં પણ વધારો થશે.


ફિક્કી દ્વારા આયોજિત સેમિનાર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમે આ સિસ્ટમના લીધે કોઈપણ પ્રકારની ગેરરીતિ સરળતાથી પકડી શકીશું. જો કોઈને પણ લાગતું હશે કે તે CAS સાથે ગેરરીતિ આચરી શકશે તો તે પોતે જોખમમાં છે. પાંડેએ જણાવ્યું હતું કે CASના માળખાનું ઉત્તરોતર વિસ્તરણ થઈ રહ્યું છે. તેના સંદર્ભમાં તેમણે મ્યુચ્યુઅલ ફંડો અને પ્રોપરાઇટરી ટ્રેડર્સની વધી રહેલી ભાગીદારી પરત્વે ધ્યાન દોર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હું જોઈએ રહ્યો છું કે CASમાં હિસ્સેદારી વધી રહી છે અને તે હજી વધશે. અમે તેના અમલીકરણ સામેની ફરિયાદો પરત્વે મીટ માંડી રહ્યા છીએ.


સેબીના વડાએ 12મી ઓગસ્ટે જણાવ્યું હતું કે બજાર નિયમનકારે CAS સિસ્ટમ લોન્ચ કર્યા પછી કોઈ અનિયમિતતા જોઈ નથી. આ બતાવે છે કે નવી સિસ્ટમ કેટલી મજબૂત અને પારદર્શક છે. તેમણે તેની સાથે સ્પષ્ટ કરી દીધું હતું કે નવું માળખું સેબી દ્વારા કરવામાં આવેલો મહત્વનો સુધારો છે અને તે રહેશે જ. સેબીના જણાવ્યા મુજબ CAS જેવું માળખું વિશ્વના કેટલાય બજારોએ લગભગ બે વર્ષથી અપનાવેલું છે. તેના સારા પરિણામ મળ્યા પછી સેબીએ આ પ્રકારનું માળખું અપનાવવાનો નિર્ણય લીધો છે.


સેબીએ બજારમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે આ પ્રણાલિ રજૂ કરી છે. નવા માળખા હેઠળ ઓકશન સ્ટાઇલ ઓર્ડર મેચિંગ પ્રોસેસમાં બાય-સેલ ઓર્ડર નિયત સમયમાળખામાં તાત્કાલિક અમલમાં આવે નહીં તે રીતે એકસાથે લેવાશે. આ નવી પ્રણાલિ રજૂ કરતાં સેબીના વડાએ અગાઉ પણ જણાવ્યું હતું કે દાંત આવે ત્યારે થોડી તકલીફ થાય તેવી આ તકલીફ છે. એક વખત ટેવ પડી જશે પછી વાંધો નહીં આવે. તેમણે સહભાગીઓને અપીલ કરી હતી કે તેઓ નવા માળખાને લઈને થોડા વિશેષ પ્રયત્નો કરે અને CASને સમર્થન આપતી હોય તેવી ટેકનોલોજી સિસ્ટમ તરફ વળે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM